અનેક શત્રુઓ ઘેરે મુજને, સામે તારો એકલો આ બાળ
માડી મારી વહારે આવજે, લેજે મારી તું સંભાળ
એકેએક છે મજબૂત, હટતા નથી એ તો તલભાર
ત્યાં મળ્યા છે સામે સામટા, `મા' હવે કરજે તું મારો વિચાર
એકને હટાવું જ્યાં, બીજા ઘેરી વળે છે જોરદાર
સૌ ભેગા મળી મુશ્કેલ બનાવે, ઊભું રહેવું ટટ્ટાર
સદાય એની સામે લડતાં, ખર્ચાય છે શક્તિ મારી અપાર
કૃપા કરી શક્તિનાં બિંદુ પાજે, લડવા કરજે મને તું તૈયાર
સદાય એની સામે લડતાં માડી, થાક્યો છે તારો આ બાળ
કૃપા કરીને માડી મારી, હવે લેજે તું મારી સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)