તારી તરફ વળવા `મા', એક દિન વિચાર જાગી ગયો
આચારમાં મૂકવા એને, હું પ્રયત્નોમાં ખૂબ લાગી ગયો
પોથી-પોથી વાંચી ઘણી, તોય તારો પત્તો ના જડ્યો
વાત લખી જુદી-જુદી રીતે, કંઈ એમાં હું ના સમજ્યો
મંદિરે-મંદિરે શોધી તને, તોય તારો પત્તો ના ખાધો
મસ્જિદે-મસ્જિદે પોકારી તને, અવાજ મારો ક્યાં અટવાયો
નદી-પર્વતો શોધી વળ્યો, સફળ એમાં નવ થયો
શોધી-શોધી થાક્યો ઘણો, થાકી હું તો બેસી ગયો
શોધતાં હું તો નિરાશ બન્યો, હૈયે મૂંઝાઈ બહુ ગયો
આખર અંતરમાં હું સરી પડ્યો, અણસાર તારો મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)