પગ મારા જો `મા' નાં દ્વારે જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
હૈયાના ધબકાર જો `મા' ના તો લેવાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
દૃષ્ટિમાં મારી, અણુ-અણુમાં `મા' જો સમાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
જિહવા મારી જો `મા' નું નામ રટતી જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
નયનોમાં `મા' ના વિયોગે આંસુ સરતાં જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
મારા વિચારોમાં જો `મા' નાં વિચારો વણાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
હૈયું મારું `મા' ના પ્રેમમાં જો ડૂબતું જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
મનડું મારું જો `મા' નાં ચરણોમાં સ્થિર થાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
હૈયાના કામ-ક્રોધ જો નષ્ટ થઈ જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
આ જીવનમાં જો `મા' ની ઝાંખી મળી જાય, તો હું તો ધન્ય-ધન્ય થઈ જાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)