Hymn No. 492 | Date: 07-Aug-1986
|
|
Text Size |
 |
 |
હૈયાને તાંતણે, તાંતણે માડી વણાયો છે તાંતણો તારી સાથે રે તારી લીલામાં અટવાવી, માડી જોજે તૂટે ના એ તો આજ રે મુસીબતથી એ આવ્યું છે, મનડું મારું નથી પાસ રે તારી લીલામાં અટવાવી માડી જોજે ભાગે ના એ તો આજ રે યત્નો કર્યા છે મન શાંત કરવા, એને સદાયે મારી માત રે હવે બીજે ના દોડે, ધ્યાનમાં લેજે માડી મારી આ વાત રે કંઈક જન્મો વીત્યા, માનવતન પામ્યો, તારી કૃપાથી આજ રે યત્નો મારાં અધૂરા ના રાખજે, તને પામવાને કાજ રે આશાઓ હૈયે જન્મે ઘણી, કરજે પૂરી તુજ દર્શનની આશ રે નથી જિરવાતી હવે, જ્યાં જાગી છે માડી, તુજ દર્શનની પ્યાસ રે માફ કરી માડી, ભૂલો મારી અટકાવજે, મારી માત રે કૃપા કરી, હૈયે ધરજે સદાયે, તું આ મારી વાત રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|