હે માત રે
રંગી દે, રંગી દે, મારા મનડાને માડી, તારા રંગમાં તું આજ રે
હે માત રે
દઈ દે, દઈ દે, દર્શન તારાં માડી, બુઝાવી દે હૈયાની પ્યાસ રે
હે માત રે
મૂકજે તું, મૂકજે, તારો હૂંફાળો હાથ, મુજ મસ્તકે આજ રે
હે માત રે
સ્વીકારજે, સ્વીકારજે, મારા હૈયા કેરા તું પ્રણામ આજ રે
હે માત રે
લૂછજે, તું લૂછજે, મુજ નયનો કેરાં આંસુડાં આજ રે
હે માત રે
પીવરાવજે, તું પીવરાવજે, તારાં નયનોનું અમીરસ પાન રે
હે માત રે
દેજે તું, દેજે તું, ભાવિ કેરું સદા દાન રે
હે માત રે
કાઢજે, તું કાઢજે, મને માયાના કીચડમાંથી આજ રે
હે માત રે
બચાવજે, તું બચાવજે, મને સંસારના તોફાનમાંથી આજ રે
હે માત રે
લઈ જા, તું લઈ જા, મારી નાવને કિનારે તું આજ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)