ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે, સહુના જીવનમાં તો, કાંઈને કાંઈ તો ખૂટે છે
પડશે જીવનમાં સહુએ તો શોધવું, એના જીવનમાં એવું તો શું ખૂટે છે
લઈ શકીશ નાકમાં દમ તો તું શાંતિના, જીવનમાં જ્યાં ખૂટતું ને ખૂટતું રહે છે
કરશો વહેલું કે મોડું, પડશે કરવું એને તો પૂરું, એના વિના જીવન અધૂરું છે
કદી વિચારની ધારા ખૂટે જીવનમાં, તૂટે જ્યાં ધારા તો એની, અધૂરી એ તો વહે છે
ખૂટવા ના દેશો વિશ્વાસની ધારા જીવનમાં, તૂટી જ્યાં એ જીવનમાં, બાકી શું રહે છે
ખૂટી ધારા બુદ્ધિની જો જીવનમાં, બીજી ધારા જીવનમાં ત્યાં ખૂટતી રહે છે
વહે ધારા જીવનમાં ભલે બધી, ભક્તિની ધારા વિના તો એ સૂકી રહે છે
શું ગંગા, કે શું યમુનાની ધારા, નિર્મળ હૈયાંની ધારાની, ના બરાબરી કરી શકે છે
ધારાએ ધારાએ જો ખૂટતા રહીશું જો જીવનમાં, પ્રવાહ ધારાના ના પૂરાં થઈ શકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)