માર ના ખોટું માથું તું અન્યના જીવનમાં, તારું તો તું સંભાળ
સંભાળી નથી શક્યો જ્યાં તું તારા જીવનને, અન્યમાં ના તું માથું માર
કાઢીશ ફુરસદ તું ક્યાંથી તારા જીવનમાં, હટાવી નથી શક્યો તારી જંજાળ
રાત દિવસ તો જીવનમાં, રહ્યાં છે ચડતાને ચડતા તો કોઈ ભાર
રહ્યો છે તું અને જગમાં બધા ચાહતા, ફરે માથે હાથ પ્રભુનો પ્રેમાળ
પામવા હાથ પ્રેમાળ પ્રભુના રે જીવનમાં, પડશે મેળવવા પ્રભુના તાર સાથે તાર
છે જગમાં સહુમાં તો જ્યાં રે પ્રભુ, સમદૃષ્ટિથી જગમાં તો સહુને નિહાળ
જીવન તો ના વધશે આગળ કદી, પાડજે જીવનમાં કામ તારું તો પાર
મારવું હોય જો માથું તારે, પ્રભુ નામમાં તું માર, છે એ તો દીનદયાળ
મારીશ માથું સાચું જ્યાં એના નામમાં, દેશે ખોલી એ, એના તો દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)