અંતરના વૈભવ નજર સામે જ્યાં ખૂલતાં જાય, આશ્ચર્યમાં હું તો ડૂબતો જાઉં
હતો આ વૈભવ પાસે, લાચાર બન્યો કેમ, એના વિચારમાં હું તો પડી જાઉં
દેખાયા ભાવો સુંદર જ્યારે હૈયાંમાં, શાને બહાર એને ગોતતો ને ગોતતો જાઉં
દેખાયા કદી દુર્ભાવો તો અંતરમાં, અન્યથી એને હું તો છુપાવતો જાઉં
પોષ્યા ખોટા ભાવો તો અંતરમાં રે જ્યાં, ફળ એના જીવનમાં હું ચાખતો જાઉં
પ્રેમના ભંડાર દેખાયા અંતરમાં રે જ્યારે, કરી કોશિશ એને જીવનમાં સાચવતો જાઉં
અસંતોષનો ભંડાર ખૂલે જ્યાં અંતરમાં, જીવનમાં શાંતિ ત્યાં હું તો ખોતો જાઉં
ખૂલ્યા જ્યાં અંતરમાં કે ક્રોધના રે કૂવા, ક્રોધમાંને ક્રોધમાં હું તો જલતો જાઉં
ખૂલ્યા જ્યાં દયાના ભાવો અંતરમાં જ્યારે, દયામાં સહુને નવરાવતો હું જાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)