રાહ નવી નથી તો કોઈ જીવનમાં, રાહ તોયે નવી ને નવી તો લાગે
દૃષ્ટિ બદલાતી રહી રે જીવનમાં, રાહ ત્યાં નવી ને નવી તો લાગે
થયા પસાર રાહ પર તો કદી, જાણીએ ના તોય એના નામ કે ઠેકાણાં
રાહ થઈ ગઈ પસાર ભલે, તોયે રહી ગયા એ રાહથી તો અજાણ્યા
રહ્યાં ભરોસે ચાલતા ને ચાલતા, કદી સફળ તો થયા, કદી દગો દઈ ગયા
ચાહી રાહ સરળતાની તો જીવનમાં, કદી મેળવી ગયા, કદી ચૂકી ગયા
રાહ વિના તો રહે મુસાફરી તો અધૂરી, કરવી પડે રાહ રાહે તો પૂરી
કોઈ ચાહે રાહો રાહો તો જૂની, તો કોઈ પાકે જીવનમાં રાહ તો નવી
કોઈ રાહ હોય નજીક, કોઈ રાહ હોય તો દૂર, પહોંચાડે રાહ મંઝિલે એ રાહ તારી
ભલે રાહ હોય નવી કે જૂની, જે રાહ પહોંચાડે મંઝિલે, એ રાહ અપનાવવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)