નાની નાની વાત તો જીવનમાં, ચોળી ચોળીને ચીકણી થાતી જાય
મેલનાં થર ઉપર જ્યાં ચડતા જાય, રૂપ એના ત્યાં તો બદલાઈ જાય
નવા નવા કાંટા એમાં તો ફૂટતા જાય, મૂળ એનું જલદી ના પકડી શકાય
બીજી વાતોમાં ચિત્ત તો જ્યાં વહેચાતું જાય, મૂળ વાત બાજુ પર રહી જાય
થઇ ક્યાંથી એ તો શરૂ, એ એવી ખોવાઈ જાય, ગોતી ના એ તો ગોતાય
નાની નાની થાવા જીવનમાં, ક્યારેક તો, મોટું ને મોટું રૂપ તો લેતી જાય
ક્યારેક તો વાત નાની નાની તો જીવનમાં, ઘણું ઘણું તો કહેતી જાય
નાની નાની વાતને જો શરૂઆતમાં સંભાળી લેવાય, મોટી થાતી એ તો અટકી જાય
નાની નાની વાતની જો ઉપેક્ષા થાતી જાય, વિકૃત એ તો બનતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)