દયાને લાયક નથી તો કોઈ જગમાં, ખાવી દયા તો જગમાં ખાવી કોની
છે સ્વાર્થમાં તો સહુ એવા ડૂબેલા, છે સ્વાર્થની ચાવી તો પૂરી ચડેલી
સહજપણાથી સ્વીકારી ના શકે, જગમાં જ્યાં ભૂલ તો સહુ પોતાની
ઢાંકપિછોડા કરે સહુ પોતાની ભૂલો ઉપર, સુધારે ના ભૂલો તો એની
દૂરંદેશી નથી કોઈના રે જીવનમાં, છોડી ના શકે સંકુચિતતા તો હૈયાંની
ખોટુંને ખોટું રહે કરતા સદા જીવનમાં, બદલે ના જીવનમાં ચાલ તો એની
રહે પીડતા તો જગમાં સહુ કોઈને, ખાય ના દયા જગમાં તો એ કોઈની
સમજે ના જે જવાબદારી જીવનમાં, ખાવી દયા કેમ કરીને બેજવાબદારીની
લડે અને લડાવે જગમાં તો જે સહુને, કેમ કરીને ખાવી જગમાં દયા એની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)