Hymn No. 4725 | Date: 22-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-22
1993-05-22
1993-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=225
કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે
કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે કાં તું એને શિક્ષા દેજે એની રે પ્રભુ, કાં તું માફી તો એને આપજે ભૂલી ભૂલી ઘણું રે જીવનમાં, યાદ રાખી તને, ભક્તિ ભાવની સામે આવી ઊભો છે કાં તું દેજે એને બધું રે ભુલાવી, કાં યાદ તારી ભરી ભરી એને તું આપજે કર્યા પાપો એણે ઘણાં રે જીવનમાં, પસ્તાઈ, આવી તારી સામે એ તો ઊભો છે કાં તું શિક્ષા કડક એને તો આપજે, કાં તું એને પુણ્યની રાહે તો ચડાવજે અસ્થિર મનથી અટવાઈ, લઈ અસ્થિરતા સાથે, આવી ઊભો છે એ તો તારી સામે કાં દેજે ભવફેરાનું તું દાન એને, કાં મન એનું એવું તો સ્થિર કરી નાખજે મોહમાયા ભરી દૃષ્ટિ લઈને રે પ્રભુ, આવી ઊભો છે એ તો તારી સામે કાં મોહમાયામાં દેજે એને પૂરો ડુબાડી, કાં એના એ પડળ હટાવી નાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari kari bhulo jivanamam re prabhu, a baal taro, taari same aavi ubho che kaa
tu ene shiksha deje eni re prabhu, kaa tu maaphi to ene aapje
bhuli bhuli ghanu re jivanamam, yaad rakhi tane, bhakti
tu ubho kam. same avani ene badhu re bhulavi, kaa yaad taari bhari bhari ene tu aapje
karya paapo ene ghanam re jivanamam, pastai, aavi taari same e to ubho che kaa
tu shiksha kadak ene to apaje, kaa tu ene punyani rahe to
chadavaje asthira manathi, lathi sathe, aavi ubho che e to taari same
came deje bhavapheranum tu daan ene, came mann enu evu to sthir kari nakhaje
mohamaya bhari drishti laine re prabhu, aavi ubho che e to taari same
came mohamayamam deje ene puro dubadi, came ena e padal hatavi nakhaje
|