સહુ કોઈ પાડશે આંસુ બે દિવસ તારી સાથે, પાડશે ના કોઈ કાયમ સાથે
ધીરે ધીરે જાશે વિખરાતા તારી પાસેથી, ફરકશે ના કોઈ આંસુ પાડવા તારી સાથે
સારી સારી આંસુ જીવનમાં, બનશે ભારી સહન કરવા એમાં તો દુઃખના દહાડા
સમજદારી સંઘરી આંસુઓ હૈયાંમાં લેજે, જોઈ શકે ના કોઈ એ આંસુ તો તારા
પરોવીશ ચિત્ત જો તું કામમાં તારું, આંસુ કે દુઃખ કાજે, હશે ના સમય પાસે તારા
દુઃખ દૂર કરવા આવશે કોઈ પાસે તારી, ભાગશે સહુ કોઈ જોઈ દુઃખના આંસુ તારા
નીચોવશે જો કોઈ હૈયું દુઃખીનું, મળશે ના એમાંથી બીજું કાંઈ રે આંસુ વિના
વહાવતા રહેશે કાયમ આંસુ તો તારા, વહાવશે ના કાયમ તારી સાથે રે કોઈ
દુઃખ દર્દના વધશે ને વધશે ભાર, વહી જાશે એમાં તો હૈયેથી આંસુ તો તારા
જોજે જીવનમાં વહાવતો ના આંસુ એટલા, થાય ના તારા આંસુની અવહેલના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)