પ્રભુની પાસે તો બધું તું મુક્તો જા, તું મુક્તો જા, તું મુક્તો જા
ભરી ભરી તું પ્રેમના પ્યાલા, બદલામાં તું પીતો જા, તું પીતો જા
કંજુસ નથી કાંઈ પ્રભુજી રે વ્હાલા, અનુભવ જીવનમાં એનો તું લેતો જા, તું લેતો જા
સોંપીને ચિંતા એના ચરણે જીવનમાં, હળવો ફૂલ તું બનતો જા, તું બનતો જા
કરતો નથી નિરાશ જગમાં એ કોઈને, ધીરજને હિંમતમાં તું તૂટતો ના, તું તૂટતો ના
મોહમાયાની આડશ કરી વચ્ચે ઊભી, પ્રભુદર્શનને દૂર તું કરતો ના, તું કરતો ના
શ્રદ્ધા ભાવનું બળ હૈયાંમાં ભરી, જીવનમાં એને તું ખોતો ના, તું ખોતો ના
તારી જીવનની બધી ઇચ્છાઓને, પ્રભુ ચરણે ધરવું તું ભૂલતો ના
તારા દુર્ગુણોને, દુર્વૃત્તિઓને જીવનમાં, એને ઊછળવા તું દેતો ના
પ્રભુની નજરમાં નજર તારી સ્થિર રાખી, બીજે એને તું જવા દેતો ના
દીધું છે જીવન પ્રભુએ તો તને, પ્રભુને જીવન સમર્પિત કર્યા વિના તું રહેતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)