અંજામ તારા બૂરા કર્મો નો, જીવનમાં બૂરોને બૂરો તો આવશે
વહેલો કે મોડો જીવનમાં, મળ્યા વિના ના એ તો રહેશે
મધ્યાન્હે તપતા સૂર્યના કિરણો, અગ્નિ વરસાવ્યા વિના ના રહેશે
મીઠાં સપના લાગશે રે મીઠાં, જીવનના શમણાં પૂરાં એમાં ના થાશે
માનવમાંથી માનવતા પરવારશે, માનવ એ તો કેમ કરી કહેવાશે
પાપો તો જીવનમાં, છાપરે ચડી પોકાર્યા વિના ના રહેશે
ઢાંક્યા હશે પાપો ઘણા જીવનમાં, ઉદય એનો થયા વિના ના રહેશે
ક્યારે ને ક્યારે પાપો તો તારા હૈયાંમાં, ખટક્યા વિના ના રહેશે
પુણ્યની રાહ છોડી જ્યાં તેં જીવનમાં, દુઃખ તો દોડયું ને દોડયું આવશે
પ્રભુ વિના તારી ના શકશે કોઈ તને, રાહ એની તારે જોવી પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)