Hymn No. 4741 | Date: 03-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-03
1993-06-03
1993-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=241
જાણીને રાહ જીવનમાં, રાહ પર તો ચાલ્યા નહીં, જાણીને રાહ કર્યું તો શું
જાણીને રાહ જીવનમાં, રાહ પર તો ચાલ્યા નહીં, જાણીને રાહ કર્યું તો શું થઇ તરસ્યા પહોંચ્યા સરોવર તીરે, જોયું જળ, પીધું નહીં, પહોંચીને તો કર્યું રે શું બાંધી બાંધી સબંધો, રહ્યાં જીવનમાં તોડતા એને, સબંધ બાંધીને તો કર્યું રે શું મળ્યો આરામ, આરામ કરવા, વેડફ્યો ખોટી વાતોમાં, મેળવીને એને કર્યું રે શું નીકળ્યા, નીકળ્યા સૂર્યપ્રકાશને, બાંધી આંખે તો પાટા, નીકળીને તો કર્યું રે શું લેવી હતી મજા તરવાની, શીખ્યા ના જ્યાં તરવાનું, એવા તરવાથી તો વળશે શું સમજવામાંને સમજવામાં ગેરસમજ કરી ઊભી, એવું સમજવામાં તો વળશે શું ઝાંઝવાના જળના, જળના ભરોસે ના વળશે, એવા ઝાંઝવાના જળને કરશો શું ખટખટાવ્યા દ્વાર ભલે મુક્તિના, જો ના એ ખૂલ્યા, એવા ખટખટાવવાથી વળશે રે શું ભક્તિભાવમાં ગયા ભલે રે ડૂબી, વિકારોને ના રોક્યા, એવા ભક્તિભાવને કરશો રે શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaani ne raah jivanamam, raah paar to chalya nahim, jaani ne raah karyum to shu
thai tarasya pahonchya sarovara tire, joyu jala, pidhum nahim, pahonchine to karyum re shu
bandhi bandhi sabandho, rahyam jivanamam to karyo shu
reindee, sabandhine arama karava, vedaphyo khoti vatomam, melavine ene karyum re shu
nikalya, nikalya suryaprakashane, bandhi aankhe to pata, nikaline to karyum re shu
levi hati maja taravani, shikhya na jya taravanum, eva taravathi, eva taravathi to valashe shumamaja
evajavari to valashe shu samavari to valashe shu
janjavana jalana, jalana bharose na valashe, eva janjavana jalane karsho shu
khatakhatavya dwaar bhale muktina, jo na e khulya, eva khatakhatavavathi valashe re shu
bhaktibhavamam gaya bhale re dubi, vikarone na rokya, eva bhaktibhavane karsho re shu
|