Hymn No. 4744 | Date: 06-Jun-1993
|
|
Text Size |
 |
 |
જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું
Joyu Re, Joyu Re, Sukh Bhi Joyu, Dukh Bhi Joyu, Banne Jeevanama To Joyu
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું આવ્યું ને ગયું બંને જીવનમાં, ટક્યું ના બંને જીવનમાં એ તો અનુભવ્યું તણાવું ના હતું બંનેમાં જીવનમાં, જીવનમાં બંને તો તાણતું રહ્યું સુખ ભોગવતાં લાગ્યું એ તો મીઠું, જાતા જીવનમાંથી દુઃખી એ કરી ગયું દુઃખ ભોગવતાં લાગ્યું આકરું, જાતા સુખ જીવનમાં એ તો દઈ ગયું વહેલું કે મોડું આવશે બંને જીવનમાં, ટકશે કેટલું, કોઈ ના એ કહી શક્યું સત્યની થાતા જોઈ કસોટી, અસત્ય પૂરબહારમાં જગતમાં તો ચાલ્યું કર્યું બધું જગમાં પ્રભુએ, પ્રભુએ જીવનમાં ના કોઈને એ તો કહ્યું કેમ આવ્યું, કેમ ટક્યું એ તો જીવનમાં, જીવનમાં ના એ તો શોધ્યું શોધ્યું ના જ્યાં સાચી રીતે જીવનમાં, કારણ એનું જુદું ને જુદું એનું જડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|