Hymn No. 4747 | Date: 07-Jun-1993
|
|
Text Size |
 |
 |
ઓઢીને કપડાં અનોખા, આવી ઊભી સામે, મારી ને મારી વૃત્તિ, ભુલાવામાં મને નાંખી ગઈ
Odhine Kapada Anokha,Aavi Ubhi Saame,Mari Ne Mari Vrutti, Bhulavama Mane Nakhi Gai
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
ઓઢીને કપડાં અનોખા, આવી ઊભી સામે, મારી ને મારી વૃત્તિ, ભુલાવામાં મને નાંખી ગઈ રાત દિવસની ઓળખાણના અણસાર પણ, મને એ તો વીસરાવી ગઈ લીધા રૂપો એવા, મૂળ વૃત્તિને સમજી ના શક્યા, છેતરામણી મારી એ તો કરી ગઈ કરાવી કામ મારી પાસે રે એવા, મન ને મને જીવનમાં અચરજમાં નાંખી એ તો ગઈ કદી પ્રેમના સ્વાંગમાં, વેરની વસુલાત એ કરી ગઈ, ભુલાવામાં મને એ નાંખી ગઈ કદી વર્તન જીવનમાં એવું એ કરાવી ગઈ, આશ્ચર્યમાં મને ને મને એ તો નાંખી ગઈ હતી પડી ઊંડે, હતી એવી છુપાઈ, દર્શન એનું પણ એ તો કરાવી ગઈ, કરાવી ગઈ કર્યા ઘણા ઘણા નિર્ણયો જીવનમાં, પળવારમાં એને પણ એ તો બદલાવી ગઈ પહોંચવું છે જીવનમાં તો જ્યાં, બાધા એમાંને એમાં એવી એ તો નાંખતી ગઈ શાંત મારા જીવનને, અનોખા નાચ નચાવી, મને પણ એ તો નચાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|