Hymn No. 4748 | Date: 08-Jun-1993
|
|
Text Size |
 |
 |
ભરોસો છે, ભરોસો છે મને એક તારો રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે નથી ભરોસો મને મારો રે માડી જીવનમાં, બસ મને તો એક તારો ભરોસો છે જોઈ શકું ભલે મને તો હું, જોઈ ના શકું તને રે માડી, તોયે મને તો એક તારો ભરોસો છે અકળાઉં જીવનમાં જ્યારે હું તો માડી, લે છે ભરોસો આકાર તારો, મને તો એક તારો ભરોસો છે પીગળે કે બને અક્કડ, જીવનમાં ભલે હર પરિસ્થિતિ, મને તો તારો ને તારો ભરોસો છે અંતરમાં રહેતું નથી અંતર ત્યારે, ભરોસો પ્યારમાં બદલાયે, મને તો એક તારો ભરોસો છે તૂટીયે ના શ્રદ્ધામાં અમે, ભરોસો એટલો રહેવા દેજે, મને તો એક તારો ભરોસો છે ભરોસો બળવત્તરને બળવત્તર થવા દેજે રે માડી, મને એક તારો ભરોસો છે ભરોસા ને વિશ્વાસ બદલીને, વિશ્વાસો શ્રદ્ધામાં બદલીએ રે માડી, એક તારો ભરોસો છે ભરોસે, ભરોસે ચાલુ પથ પર તારા રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|