Hymn No. 4750 | Date: 09-Jun-1993
|
|
Text Size |
 |
 |
ભરી દેજો હૈયું મારું ગુણોથી, હે ગુણોના ગુણસાગર, કંજુસાઈ ભરવામાં ના કરશો દેજો મુક્તિના દાન રે પ્રભુ, સર્વ બંધનોમાંથી મુક્ત તો અમને રે કરજો રહીએ મસ્ત તમારા ધ્યાનમાં, તમારા ધ્યાનમાં મસ્ત અમને એવા બનાવી દેજો હે દયાનિધિ, હે વિશ્વવિભુ, તમારી દયાના દાન સદા અમને તો દેતા રહેજો છો કુંદનસમ તમે, છો હૈયાંના અલંકાર તમે, હૈયાંના અલંકાર બનીને રહેજો રાતદિવસ રહે હૈયું રમતું તમારામાં, રમત અમારા હૈયાંમાં તો એવી ભરી દેજો રહીએ ના દુઃખી જીવનભર અમે રે પ્રભુ, આચરણ એવું જીવનમાં અમારું રહેવા દેજો હે કરુણાસાગર, હે કરુણાનિધિ, તમારી કરુણાભરી દૃષ્ટિમાં અમને રહેવા રે દેજો રહીએ અમે સરળ અને સીધા, તમારી નજર નીચે ને નીચે અમને તો રહેવા દેજો અહંને અભિમાનથી મને દશ કોષ દૂર ને દૂર જીવનમાં એનાથી તો રાખજો તમારાને તમારા ચરણમાં સદા અમને તો જીવનમાં રહેવાને રહેવા દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|