થાતાને થાતા રહ્યાં, ધાર્યાને અણધાર્યા કામો રે જીવનમાં, મળતા રહ્યાં જીવનમાં સાથી અને સથવારા
છે રે, છે રે, છે રે આ તો જીવનમાં રે, વેળા વેળાની રે છાંયડી,
વેળા વેળાની રે છાંયડી
છે પ્રવાસ તો લાંબો રે જીવનમાં રે, આવતીને જાતી,
રહેશે જીવનમાં કંઈક આવી રે છાંયડી - છે...
રહેશે રે માથે રે ફરતા, વ્હાલભર્યા રે હાથ જીવનમાં,
વડીલો ને માતપિતાની રે - છે...
દઈ એ પળ બે પળભર ના રે સાથ જીવનમાં,
પડશે વિખૂટા એ તો જીવનમાં રે - છે...
મળશે કંઈક વિચારોના સાથ રે જીવનમાં,
મળશે કંઈકવાર લાભ તો સત્સંગના રે - છે...
આવી આવીને, આવી રે વાદળી, હરી જાશે જીવનના રે તારા,
કંઈક તાપ તો સંસારના રે - છે...
દઈ જાશે આવીને આવી રે વાદળી, પાઈ જાશે,
પ્રેરણાના રે પીયુષ તો જીવનમાં રે - છે...
રાખશો ના આશા એની રે ઝાઝી,
દેશે ને દેશે જીવનમાં જે એ વેળા વેળાની રે છાંયડી - છે...
વાદળી છે રે એ તો ફરતી, છે ના એ તો સ્થિર રે,
સમજી જાજે સદા તું આ તો જીવનમાં રે - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)