Hymn No. 4758 | Date: 14-Jun-1993
|
|
Text Size |
 |
 |
ધીરે, ધીરે, ધીરે સંસાર ઝેર, તારી રગેરગમાં રે ફેલાતું ને ફેલાતું જાય છે તારી બચપનની નિર્દોષતાને, જીવનમાં એ તો હણતું ને હણતું જાય છે તારી કામવાસના રે હૈયાંમાં રે, તારી નિર્બળતાનો, જાગ કરતું ને કરતું જાય છે સંસારના લોભનું રે ઝેર, ફેલાતાં રે હૈયે, ઉત્પાત જીવનમાં મચાવતું જાય છે કૂડકપટનું ઝેર વ્યાપતા રે હૈયે રે જીવનમાં, સરળતાને એ હણતું ને હણતું જાય છે વ્યાપ્યું જ્યાં વેરનું ઝેર તો હૈયે, જીવનની શાંતિને એ હણતું ને હણતું જાય છે વ્યાપ્યું જ્યાં ક્રોધનું ઝેર તો હૈયે, શુભ દૃષ્ટિને એ તો હણતું જાય છે વ્યાપ્યું જ્યાં શંકાનું ઝેર તો હૈયે, જીવનની ઇમારતને એ હચમચાવી જાય છે વ્યાપ્યું જ્યાં આળસનું ઝેર તો હૈયે, જીવનની પ્રગતિ એ હણતું જાય છે કરવા જીવંત જીવનને, પ્રેમની અમૃતની ધારાને જરૂર વર્તાતી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|