જોઈ લે તું તો જરા, જોઈ લે તું તો જરા, જોઈ લે તું તો જરા
ઊભા છે ચારે દિશાઓમાં, શત્રુઓ તારા, તારા ઉપર તો ઘા કરવા
ધર્યા છે રૂપો એણે તો એવા, તનેને તને જીવનમાં તો છેતરવા
કદી ધર્યા રૂપો તારા મિત્રોના, તનેને તને ભુલાવામાં તો નાંખવા
કદી બન્યા સાથને સાથીદારોના રૂપમાં, તને જીવનમાં ઘા મારવા
રહેશે સદા એ તો તત્પર, તારી ને તારી પ્રગતિના રસ્તા રોકવા
દેશે નહીં જીવનમાં તને તો છે જ્યાં, પહોંચવું ત્યાં તો પહોંચવા
રાખજે સદા સહુને એને તો લક્ષ્યમાં, એના ઘા થી જીવનમાં બચવા
રહેજે સદા સજાગને સજાગ તું જીવનમાં, પડશે સદા એને ઓળખતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)