થાતું નથી રે મિલન ધરતી ને આકાશનું, છે ભલે પાસેને પાસે તો જરૂર
જશો જ્યાં જ્યાં ધરતી ઉપર, રહેશે આસમાન તો, ઉપરને ઉપર તો જરૂર
ઊઠશો ગમે એટલું ધરતી ઉપર, તોયે રહેશે આસમાન માથા ઉપર તો જરૂર
શું પહેલાં કે શું આજે, શું સવાર કે સાંજ, પડશે ના ફરક એમાં તો જરૂર
હશો ભલે એકલાં કે હશો સાથે, રહેશે આસમાન તો ઉપરને ઉપર જરૂર
હશે કોઈ ભી ઋતુ કે હશે કોઈ ભી દિવસ, આસમાન તો ઉપર રહેશે જરૂર
હશે નદી, પર્વત કે ખીણ, હશે રણ કે સાગર, આસમાન હશે ઉપર જરૂર
હશો તમે સુખમાં કે દુઃખમાં, પડશે ના ફરક, આસમાનમાં તો જરૂર
છે ધરતીના પાંચ તત્ત્વો તો તારામાં, છે ધરતીનો અંશ તો જરૂર
છે આકાશ ભી તારામાં, થાશે મિલન ત્યાં એ બંનેનું તો જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)