1993-06-18
1993-06-18
1993-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=263
છે એક તો તું, અનેક રૂપો છે રે તારા
છે એક તો તું, અનેક રૂપો છે રે તારા,
અનેક રૂપોમાં છે તું વહેચાયેલો ને વહેચાયેલો
રૂપે રૂપે તો રહેશે ફરજો તારી રે જુદી,
જુદી જુદી ફરજોમાં તો તું છે બંધાયેલો ને બંધાયેલો
ક્યાંય તો છે પુત્ર, તો ક્યાંય તો છે તું પતિ,
તો ક્યાંય પિતા રૂપે છે તું વહેચાયેલો
ક્યાંય તો છે તું સેવક, ક્યાંય તો છે તું માલિક,
છે અનેક રૂપ તો તારા ને તારા
રહેશેને હશે જુદી જુદી ફરજો તારી,
કંઈક ફરજોનું બલિદાન દેવાની આવશે તારી વારી
કરવું પડશે તારે ને તારે નક્કી, કઈ ફરજને દેવું મહત્વ,
કરવી એને તો પૂરી
કરી ના શકીશ નક્કી જ્યારે જીવનમાં એ તો તું,
મૂંઝાવાની આવશે ત્યારે વારી
બજાવતા એક ફરજ, ચૂકીશ જ્યાં ફરજ બીજી,
જોજે દઈ ન જાય ખટકો હૈયે ભારી
પડશે દેવું મહત્ત્વ એક ફરજને દેતા એને,
પડશે દેવું બલિદાન બીજી ફરજને તારી
છે કપરીમાં કપરી કસોટી આ તો જીવનની,
રહેવું પડશે તૈયાર, આમાંથી પસાર થવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે એક તો તું, અનેક રૂપો છે રે તારા,
અનેક રૂપોમાં છે તું વહેચાયેલો ને વહેચાયેલો
રૂપે રૂપે તો રહેશે ફરજો તારી રે જુદી,
જુદી જુદી ફરજોમાં તો તું છે બંધાયેલો ને બંધાયેલો
ક્યાંય તો છે પુત્ર, તો ક્યાંય તો છે તું પતિ,
તો ક્યાંય પિતા રૂપે છે તું વહેચાયેલો
ક્યાંય તો છે તું સેવક, ક્યાંય તો છે તું માલિક,
છે અનેક રૂપ તો તારા ને તારા
રહેશેને હશે જુદી જુદી ફરજો તારી,
કંઈક ફરજોનું બલિદાન દેવાની આવશે તારી વારી
કરવું પડશે તારે ને તારે નક્કી, કઈ ફરજને દેવું મહત્વ,
કરવી એને તો પૂરી
કરી ના શકીશ નક્કી જ્યારે જીવનમાં એ તો તું,
મૂંઝાવાની આવશે ત્યારે વારી
બજાવતા એક ફરજ, ચૂકીશ જ્યાં ફરજ બીજી,
જોજે દઈ ન જાય ખટકો હૈયે ભારી
પડશે દેવું મહત્ત્વ એક ફરજને દેતા એને,
પડશે દેવું બલિદાન બીજી ફરજને તારી
છે કપરીમાં કપરી કસોટી આ તો જીવનની,
રહેવું પડશે તૈયાર, આમાંથી પસાર થવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē ēka tō tuṁ, anēka rūpō chē rē tārā,
anēka rūpōmāṁ chē tuṁ vahēcāyēlō nē vahēcāyēlō
rūpē rūpē tō rahēśē pharajō tārī rē judī,
judī judī pharajōmāṁ tō tuṁ chē baṁdhāyēlō nē baṁdhāyēlō
kyāṁya tō chē putra, tō kyāṁya tō chē tuṁ pati,
tō kyāṁya pitā rūpē chē tuṁ vahēcāyēlō
kyāṁya tō chē tuṁ sēvaka, kyāṁya tō chē tuṁ mālika,
chē anēka rūpa tō tārā nē tārā
rahēśēnē haśē judī judī pharajō tārī,
kaṁīka pharajōnuṁ balidāna dēvānī āvaśē tārī vārī
karavuṁ paḍaśē tārē nē tārē nakkī, kaī pharajanē dēvuṁ mahatva,
karavī ēnē tō pūrī
karī nā śakīśa nakkī jyārē jīvanamāṁ ē tō tuṁ,
mūṁjhāvānī āvaśē tyārē vārī
bajāvatā ēka pharaja, cūkīśa jyāṁ pharaja bījī,
jōjē daī na jāya khaṭakō haiyē bhārī
paḍaśē dēvuṁ mahattva ēka pharajanē dētā ēnē,
paḍaśē dēvuṁ balidāna bījī pharajanē tārī
chē kaparīmāṁ kaparī kasōṭī ā tō jīvananī,
rahēvuṁ paḍaśē taiyāra, āmāṁthī pasāra thavānī
|