કંઈકને કંઈ તો જગમાં સહુને તો ગમતું નથી
ક્યારે ગમશે શું, શું ના ગમશે, એ કાંઈ કહી શક્તું નથી
ગમ્યું જે આજે, ગમશે એ કાલે, એવું તો કાંઈ બનતું નથી
ગમશે સહુને એક સરખું, એવું તો કાંઈ થાતું નથી
એક વાતે રહે સહુ સંમત, દુઃખ દર્દ તો, કોઈને ગમતું નથી
જુદી જુદી સ્થિતિમાં ગમશે જુદું, જુદું ગમ્યા વિના રહેતું નથી
મન ને વૃત્તિ રહે બદલાતી, ગમતું બદલાયા વિના રહેતું નથી
કાર્યે કાર્યે રહે ભાવ બદલાતા પ્રભુમાં, બીજું બદલાયા વિના રહેતું નથી
ખુદની જાત પણ, કદી કદી જીવનમાં, સહુને તો ગમતી નથી
એક સરખું જીવન પણ જગમાં તો, સહુને તો ગમતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)