થયું હશે કે કર્યું હશે રે, જીવનમાં રે, આનંદને, ઉમંગને હૈયેથી તડીપાર રે
જગતમાં રે, જીવનમાં રે, જીવન તો કેમ કરીને જીવી શકાશે રે
થઇ ગઈ હશે રે, જીવનમાં રે, શુદ્ધ પ્રેમની હૈયાંમાં તો રાખ રે
થઇ જાશે વેર કે કરીશ વેર, સહુ સાથે જ્યાં તું તો જગમાં રે
શંકાથી રાખી હૈયું તારું ભરેલું રે, જોઈશ જગમાં સહુને શંકાથી રે
ઇર્ષ્યાની આગને રે, રાખીશ ભડકતીને ભડકતી તારી નજરમાં રે
હશે કે ના મળશે હૈયું એવું, જેની પાસે કરી શકીશ હૈયું તારું ખાલી રે
નિરાશાઓને નિરાશાઓની ચિંતા, હૈયે જો ખડકાતી ને ખડકાતી જાશે રે
ક્રોધની જ્વાળા રાખીશ કે રહેશે, ભભૂક્તી હૈયાંમાં જો જીવનભર રે
હળીમળી ના રહી શકીશ જો જગમાં તો, કોઈ સાથે જીવનમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)