એક અધૂરું સપનું મારું, રે એક અધૂરું સપનું
જાણું ના હું જાણું ના, થાશે ક્યારે એ ત પૂરું
પડી ના સમજ, થયું ક્યારે ને ક્યાંથી એ તો શરૂ
દઈ ગઈ યાદ મીઠી રે એની, થયું જ્યાં એ તો શરૂ
માણ્યું ને મહાલ્યું ખૂબ એને, થઈ ગયું જ્યાં એ તો શરૂ
રહી ગયું જ્યાં અધૂરું, ગમગીન એ તો કરી ગયું
તાણતું ને તાણતું એ ગયું, અધવચ્ચે એ તૂટી ગયું
ખોળ્યું ખૂબ પાછું રે એને, પાછું ના એ મળ્યું
જોડવા બેઠો જ્યાંથી તૂટયું, ના પાછું જોડી શકાયું
પૂરું ના એ તો પૂરું થયું, અધૂરુંને અધૂરું એ રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)