ચલાવી કરવત દિલ પર, ના તમને લોહી તો જોવા મળશે
ના વહેતા આંસુ તો જોવા મળશે, રક્તવર્ણી આંખ તમને જોવા મળશે
થાશે ટુકડા તો દિલના, સાંભળવા તમને, એમાંથી તો ધડકન મળશે
ટૂકડેટુકડામાંથી, તમને પ્રેમની બંસરીના સૂર તો સાંભળવા મળશે
રહેશે રક્ત વહેતું તો દિલમાં જ્યાં, સૂર તો એજ સાંભળવા મળશે
હાલત હૈયાંની હૈયાંમાં ઊંડા ઉતર્યા વિના, ના જોવા તમને મળશે
ઊતરશો ઊંડે જ્યાં હૈયાંમાં, બહાર નીકળવાના રસ્તા ના તમને મળશે
રહેશો જ્યાં તમે ત્યાં મીઠી નીંદરનો,અનુભવ ત્યાં તમને મળશે
રહેશો જ્યાં તમે શાંતિથી તો ત્યાં, પ્રેમના મીઠા ઝરણાનું જળ પીવા મળશે
કરી દિલના ટુકડા અમારા, થાશે દિલના ટુકડા તમારા, એમાં તમને શું મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)