Hymn No. 4780 | Date: 30-Jun-1993
દઈ શક્તાં નથી દિલ જગમાં રે કોઈને, ગણવા કોને પોતાના એ સમજાતું નથી
daī śaktāṁ nathī dila jagamāṁ rē kōīnē, gaṇavā kōnē pōtānā ē samajātuṁ nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-06-30
1993-06-30
1993-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=280
દઈ શક્તાં નથી દિલ જગમાં રે કોઈને, ગણવા કોને પોતાના એ સમજાતું નથી
દઈ શક્તાં નથી દિલ જગમાં રે કોઈને, ગણવા કોને પોતાના એ સમજાતું નથી
રહેશે કેટલા સાથે, દેશે સાથ જીવનમાં કેટલો, એ તો કાંઈ કહી શકાતું નથી
રહે રચ્યા-પચ્યા સહુ સહુમાં રે જગમાં, રહેશે સાથે કેટલા, એ કાંઈ કહી શકાતું નથી
પ્રેમ ભૂખ્યાં છે સહુનાં રે હૈયાં, સાચો પ્રેમ મેળવી શકશે કેટલો, એ કાંઈ કહી શકાતું નથી
લોહીના નાતા ક્યારે પડી જાશે જગમાં રે ફિક્કા, એ પણ તો કોઈ કહી શક્તું નથી
વૃત્તિએ વૃત્તિએ વર્તન જુદા, દેશે સાથ સાચા કેટલા, એ પણ તો કોઈ કહી શક્તું નથી
છે જગમાં સહુ શેમાં જાગતાને શેમાં સૂતા, જગમાં એ પણ સમજી શકાતું નથી
સાચવી શકશે જગમાં એ દિલ તો ક્યાંથી, જ્યાં એ દિલની એને દરકાર નથી
દિલ દેવું સહેલું નથી, જાળવવું છે મુશ્કેલ, જીવનમાં જલદી એ સમજાતું નથી
સમજાતું નથી જગમાં તો દિલ દેવું કોને, જગમાં એ તો જલદી સમજાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
daī śaktāṁ nathī dila jagamāṁ rē kōīnē, gaṇavā kōnē pōtānā ē samajātuṁ nathī
rahēśē kēṭalā sāthē, dēśē sātha jīvanamāṁ kēṭalō, ē tō kāṁī kahī śakātuṁ nathī
rahē racyā-pacyā sahu sahumāṁ rē jagamāṁ, rahēśē sāthē kēṭalā, ē kāṁī kahī śakātuṁ nathī
prēma bhūkhyāṁ chē sahunāṁ rē haiyāṁ, sācō prēma mēlavī śakaśē kēṭalō, ē kāṁī kahī śakātuṁ nathī
lōhīnā nātā kyārē paḍī jāśē jagamāṁ rē phikkā, ē paṇa tō kōī kahī śaktuṁ nathī
vr̥ttiē vr̥ttiē vartana judā, dēśē sātha sācā kēṭalā, ē paṇa tō kōī kahī śaktuṁ nathī
chē jagamāṁ sahu śēmāṁ jāgatānē śēmāṁ sūtā, jagamāṁ ē paṇa samajī śakātuṁ nathī
sācavī śakaśē jagamāṁ ē dila tō kyāṁthī, jyāṁ ē dilanī ēnē darakāra nathī
dila dēvuṁ sahēluṁ nathī, jālavavuṁ chē muśkēla, jīvanamāṁ jaladī ē samajātuṁ nathī
samajātuṁ nathī jagamāṁ tō dila dēvuṁ kōnē, jagamāṁ ē tō jaladī samajātuṁ nathī
|