રે અંબા માવડી રે, રે અંબા માવડી રે, તને યાદ કરે છે, તારા રે બાળ
રહ્યાં છે અટવાતાને અટવાતા, છોડી નથી શક્તા તોયે, જગતકેરી જંજાળ
કરતા રહ્યાં છે સહુએ રે જગમાં, કરતા રહ્યાં છે જગમાં જીવનના કામો તમામ
રહ્યાં ભલે એ કરતાને કરતા રે કામો, લઈ નથી શક્તા એ તારું રે નામ
રહ્યાં છે કરતા સહન, સુખદુઃખની વાદળીના છાંયડા જીવનમાં સદાય
તારે નામે રહ્યાં છે વધતા જીવનમાં આગળ, લઈ નથી શક્તા નામ જરાય
વધી વધી આગળ, હટતા જાયે પાછળ, પડતા જાય પગ, માયામાં સદાય
તોડી ના શક્યા તાંતણા માયાના, રહ્યાં નાચતા ને બંધાતા એમાં તો સદાય
કરવા છે દર્શન જીવનમાં તો તારા, કર્યા સદા આ તો નિર્ધાર
રહ્યાં છે જીવનમાં કરતા ઉલટું, કરી નથી શક્યા પૂરો એ નિર્ધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)