દંભના સાગરમાં રે, જે ડૂબકી ને ડૂબકી મારતાં ને મારતાં રે જાય
આવશે ના મોતી એના રે હાથમાં, આવશે જીવનના પથરા સદાય
મારતા રહેશે વેરના સાગરમાં, જીવનમાં તો જે ડૂબકી તો સદાય
મોતી શાંતિના આવશે ના હાથમાં એના રે, જીવનમાં રે કાંઈ
મારતાને મારતા રહેશે ક્રોઘના સાગરમાં, જીવનમાં તો જે ડૂબકી રે સદાય
આવશે ના હાથમાં, એના રે જીવનમાં, કાદવ વિના બીજું રે કાંઈ
અસંતોષના સાગરમાં, મારતાને મારતા રહેશે ડૂબકી જીવનમાં સદાય
પામશે ના એ મોતી તો સુખના, દુઃખના પથરા વિના આવશે ના કાંઈ
ચિંતાના સાગરમાં, મારશે ને મારશે ડૂબકી જીવનમાં તો જે સદાય
ઉપાધિઓના કાંકરા વિના જીવનમાં, આવશે ના હાથમાં એના રે કાંઈ
પ્રેમના સાગરમાં રે, મારતા રહેશે ડૂબકીને ડૂબકી જીવનમાં જે સદાય
પ્રેમના સાચા મોતી આવશે એના હાથમાં, આવશે ના એના વિના બીજું કાંઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)