સહુ કોઈ તો ચાહે છે, જીવનમાં રે, કોઈ મમતાભર્યો હાથ માથે મૂકે
ચાહું છું હું તો જીવનમાં રે પ્રભુ, મમતાભર્યો હાથ તારો તું માથે મૂકે
હરી લેશે થાક એ તો જીવનના રે, ફરશે મમતાભર્યો હાથ તારો તો માથે
રહેશે સાથનું સભાન જીવનમાં રે, એકલવાયું જીવનમાં ના લાગશે
ખૂટતી હિંમતને જીવનમાં રે, સાચો આધાર ત્યારે તો મળી જાશે
જીવનમાં, જીવન જીવવાના ખૂટતા બળને, જીવનનો પુરવઠો તો મળી જાશે
ચિંતાથી ઘેરાયેલા મનને ને હૈયાંને, રાહતનો અનુભવ તો મળી જાશે
ફરશે હાથ મીઠો, માથે જ્યાં તારો રે પ્રભુ, બાજી જીવની સુધરી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)