હરિ તારા હેતમાં રે, હરિ તારા હેતમાં રે, આજ હું તો ભીંજાઈ ગયો
વહેતી ને વહેતી રહે ધારા તારી રે એવી, ના ઝડપી શક્યો, ના પકડી શક્યો
ઝડપી ના શક્યો જ્યાં ધારા રે એની, જીવનમાં ખૂબ હું તો મૂંઝાઈ ગયો
જોઈ ના તેં લાયકાત મારી, તોયે હેતની ધારા તારી તો તું વરસાવતો રહ્યો
અટકી ના ધારા તારી રે કદી, ભલે ઝીલતા જીવનમાં એને હું તો ભૂલી ગયો
માયાનું રસપાન હું તો કરતો રહ્યો, તારી ધારા ઝીલવી એમાં હું તો ભૂલી ગયો
કર્યા કર્મો જગમાં ગમે તેવા, તોયે તારી ધારામાંથી બાકાત મને ના રાખ્યો
ના લેવાનું લઈ શક્યો, ના દેવાનું દઈ શક્યો, તારી ધારામાં તોયે નહાતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)