છોડશે ના મોત કોઈને જગતમાં રે, આવ્યા જનમ લઈ જે જે જગમાં
પહોંચો ધરતીના કોઈ છેડે, મોત ત્યાં પણ પહોંચ્યા વિના નહીં રહે
ઊંડે ઊતરીને રહેશો રે ધરતીમાં, કે વિહરશો તમે ઊંચે રે આકાશે
હશે કે રાખશો પહેરો જગમાં રે, કે રહેશો, કે હશો તમે જગમાં એકલા
પહેરશો કપડાં તમે રે ઝીણા, કે પહેરશો કપડાં તમે રે જાડા
પહેરશો તમે સોના, મોતીના દાગીના, કે પહેરશો ગળે તમે તુલસી માળા
રહેશો તમે સગાવહાલામાં, રચ્યા-પચ્યા, કે હશો તમે વેરાગ્યથી ભરેલા
હશે હૈયાં તમારા આશા ભરેલા, કે હશે હૈયાં તમારા ભગ્ન થયેલા
હશો તમે તનના રોગી, ભોગ ભોગવતા ભોગી, કે ધ્યાનમગ્ન યોગી
હશો તમે ધર્મમય કે હશો નાસ્તિક, મોત તો જગમાં છોડશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)