નોતર્યું છે પતન જીવનમાં રે, તેં તો તારું, તારા ને તારા રે હાથે
લઈ લઈ ખોટી ચિંતાનો ભાર જગમાં, લઈ ફર્યો તું તો તારા માથે
અટક્યો ના તું તણાતા ને તણાતા, લોભ લાલચમાં જીવનમાં તો જ્યારે
રચ્યોપચ્યો રહ્યો તું કૂડકપટમાં, જીવનભર, જીવનમાં તો તું જ્યારે
રહી ના શક્યો સંપીને તું તો જીવનમાં, જીવનમાં જ્યાં અન્યની તો સાથે
વાતે ને વાતે અહં ને અભિમાનને, રહ્યો લગાડતો ગળે જીવનમાં જ્યારે
અપમાનો ને નિરાશાના ભાર હૈયે વળગાડી, જીવનમાં ફર્યો તું જ્યારે
અસત્ય ને દંભમાં જીવનભર તો રાચી, વિતાવ્યું જીવન તેં તો જ્યારે
પુરુષાર્થમાં હાથ હેઠાં નાખી દઈને, ભાગ્ય સામે હાથ જોડી બેઠો તું જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)