તારું મિલન કેમ કરીને વહેલું રે થાય, માડી રે માડી, મારગ મને એવો બતાવ
રહી છે તું તો પાસે, લાગે કેમ તું તો દૂર, જીવનમાં ના હવે વધુ મને સતાવ
દુઃખથી તો પડે રડવું રે જીવનમાં રે માડી, તારા વિરહમાં હવે વધુ ના રડાવ
દુર્ભાવોને દુર્વૃત્તિઓનો છે હાથ તો ઉપર, જીવનમાં હવે એને તો તું નમાવ
તારા વિચારોને તારા ગુણોનો રે માડી, મારા જીવનમાં પડવા દે એનો પ્રભાવ
સંસાર તાપમાં તપતા મારા જીવનમાં રે માડી, કરજે તારા પ્રેમનો તો છંટકાવ
તૂટતા મારા વિશ્વાસને ને, તૂટતી મારી જીવનની નાવને, જીવનમાં હવે સ્થિર રખાવ
નિર્ણયો ને નિર્ણયોમાં રહું હું તો અનિર્ણિત, નિર્ણય હવે મને સાચો કરાવ
દેજે ભક્તિને શક્તિ મને તો એવી, માડી મને હવે તો, તારામાં સમાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)