જૂનું રે જૂનું, જૂનું જૂનું, છે ભવોભવનું બંધન તારું, છે એ તો જૂનું
તોડવું ને તોડવું પડશે એને રે, તોડવું હશે ભલે જીવનમાં એ તો જૂનું
લાગે ભલે એ તો મીઠું, પડશે એને તો તોડવું, હોય ભલે એ તો જૂનું
નાનું કે મોટું, બંધન એ તો બંધન, પડશે એને તોડવું, થાય પહેલાં એ જૂનું
થાશે મુશ્કેલ એને રે તોડવું, થાતા ને થાતા, થઈ જાશે એ તો જૂનું
વેરના હોય, કે વહેમના બંધન, પડશે એને તોડવું, થાવા ના દેવું એને રે જૂનું
છે યાત્રા મુક્તિની જીવનમાં તો તારી, નડશે બંધન, હોય ભલે એ તો જૂનું
થાશે જો ભેગું, બંધનોનું ઝૂમખું, જીવનમાં થાવા ના દેજે એને રે જૂનું
સુખ ને પ્રેમનું છે બંધન તો સુંવાળું, લાગશે આકરું તોડવું, થાશે જ્યાં એ જૂનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)