Hymn No. 4809 | Date: 16-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-16
1993-07-16
1993-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=309
જીવનમાં પરિસ્થિતિ એવી આવી જાય, હા કહેતાં હાથ કપાય, ના કહેતાં નાક કપાય
જીવનમાં પરિસ્થિતિ એવી આવી જાય, હા કહેતાં હાથ કપાય, ના કહેતાં નાક કપાય કાર્ય જીવનમાં કદી ના પૂરું કરી શકાય, કાર્યને અધૂરું પણ ના છોડી શકાય જીવનમાં માયા ના જલદી છોડી શકાય, માયામાં શાંતિથી ના જીવી શકાય બંધનોને બંધન જ્યાં મીઠાં લાગતા જાય, બંધન સહન પણ ના કરી શકાય તરસને તરસ તો જીવનમાં લાગતી જાય, જીવનમાં ગંદુ પાણી ના પી શકાય વાત તો મનને મનમાં તો ઘૂંટાતી જાય, વાત ના મનમાંથી બહાર કાઢી શકાય દુઃખ દર્દ જીવનમાં તો ના જ્યાં રડી શકાય, દુઃખ દર્દ જીવનમાં ના જીરવી શકાય સહાયની જીવનમાં જ્યાં ના ન પાડી શકાય, જીવનમાં સહાય પણ ના કરી શકાય હાલત દિલની તો જ્યાં ના સમજાવી શકાય, હાલત સમજાવ્યા વિના ના રહી શકાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam paristhiti evi aavi jaya, ha kahetam haath kapaya, na kahetam naka kapaya
karya jivanamam kadi na puru kari shakaya, karyane adhurum pan na chhodi shakaya
jivanamam maya na jaladi chhodi sahy shakaya, mayam jann shakaya, shakaya, mayamhanone bandhami shakaya, bandham
jann shakata jivi chhodi shakata, bandhamanone shanthi pan na kari shakaya
tarasane tarasa to jivanamam lagati jaya, jivanamam gandu pani na pi shakaya
vaat to mann ne mann maa to ghuntati jaya, vaat na manamanthi bahaar kadhi shakaya
dukh dard jivanamavi shayam to na jya radi
shakaya jirivha dam na padi shakaya, jivanamam sahaay pan na kari shakaya
haalat dilani to jya na samajavi shakaya, haalat samajavya veena na rahi shakaya
|