ભુલાયું, ભુલાયું, ભુલાયું જીવનમાં, સહુથી તો કાંઈને કાંઈ, કોઈને કોઈ તો ભુલાયું
કોણ કોને ભૂલ્યું, કોણ ક્યારે ભૂલ્યું, કોણ કેવી રીતે ભૂલ્યું, એ તો જોવું રહ્યું
સમય સહુને તો ભુલાવતું રહ્યું, ભૂતકાળનું કાંઈને કાંઈ સહુથી તો ભુલાયું
ભૂલ્યા ઉપકારો કંઈક તો જીવનમાં, ના ખુદથી તો જીવનમાં, ખુદને તો ભુલાયું
કામકાજમાં તો ગૂંથાઈ, સહુ કોઈ તો કાંઈને કાંઈ ભૂલ્યું, કરવાનું ઘણું ઘણું ભુલાયું
ભૂલવામાં તો સહુ ભૂલતા રહ્યાં, કર્તવ્ય સહુનું જીવનમાં તો સહુથી ભુલાયું
વધતા ગયા આગળ, કેમ વધ્યા આગળ જીવનમાં, પાછું વળીને જોવાનું એ તો ભુલાયું
ભૂલવાની પડી ગઈ આદત તો જીવનમાં, પ્રભુ ધ્યાનમાં ખુદને ભૂલવાનું ના ભુલાયું
કરો ઉપકાર રહ્યાં જીવનમાં એ તો ભૂલવા, અન્યના ઉપકાર જીવનમાં તો શાને ભુલાયું
વેર, ઇર્ષ્યા રહ્યાં જીવનમાં સદા તો ભૂલવા, પ્રેમ, ધ્યાન, ક્ષમા જીવનમાં શાને ભુલાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)