જેવું જેનું ભાગ્ય, એવું એને એ તો દેતું ને દેતું જાય
જીવનમાં રે એ તો સુખદુઃખની લહાણી કરતું ને કરતું જાય
ક્યારે દેશે કેવું ને કેટલું, જીવનમાં ના એ તો કહી શકાય
જીવનમાં રહસ્યમય પડદા એ તો નાંખતું ને નાંખતું જાય
ભાગ્ય સામે હાથ જોડી, જીવનમાં ના બેસી રહેવાય
ભાગ્ય તો જીવનમાં, પુરુષાર્થની થાળીમાં ભાણું પીરસી જાય
રાયને એ તો રંક બનાવે, જીવનમાં બનાવે રંકને તો રાય
જીવનમાં તો આના આવા દાખલા, મળતાને મળતા જાય
ભાગ્ય સાથે જોડી હાથ, બેસી રહેશે જીવનમાં જે સદાય
પામવા જેવું ના એ પામશે, ગુમાવશે એ તો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)