એ એક દિવસ આવી જાય જ્યારે, મળી જાય એ એક તો જ્યારે
જીવનમાં રે, જરૂર રહે ના બીજી કોઈ રે ત્યારે
જનમોજનમ વીતતા ગયા જ્યારે, આવ્યો ના એ દિવસ તો ત્યારે
એ એક દિવસ આવશે જ્યારે, સુખદુઃખની જંજીર તૂટી જાશે રે ત્યારે
રહેશે ના કોઈ પારકું પરાયું રે ત્યારે, મળી જાશે એ એક તો જ્યારે
એ એક દિવસ આવશે જ્યારે, દુઃખ દર્દના બંધન બધા છૂટી જાય રે ત્યારે
ખૂલી જાશે જીવનના બંધ દરવાજા રે ત્યારે, જાશે ખૂલી એકના દરવાજા જ્યારે
એ એકમાં સમાયું છે બધું રે જ્યારે, જરૂર રહે ના જગમાં બીજી તો ત્યારે
એ એક તો છે પૂર્ણ તો જ્યારે, મળી જાય એ એક, જરૂર રહે ના બીજી ત્યારે
એ એકને મેળવવાની છે જાત્રા જગમાં જ્યારે, થાશે ના પૂરી એને મેળવ્યા વિના ત્યારે
એ એકની પાસે છે બધી શક્તિ રે જ્યારે, રહેશે અધૂરી શક્તિ, બીજી એના વિના ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)