ઠાલવવી છે રે હૈયાંની વેદના તો આજ, કોઈ દાદ નથી ચાહતો
કરવું છે રે ખાલી હૈયું મારે તો આજ, કોઈ દાદ નથી ચાહતો
કરવો છે ભૂલોને ભૂલોનો તો એકરાર, કોઈ હમદર્દી નથી ચાહતો
ખોલવા છે દિલના દૂઝતા ઘા તો આજ, કોઈ દવા નથી ચાહતો
હૈયે જલતી રહી છે જીવનની સામનાની તો આગ, કોઈ વાહવાહ નથી ચાહતો
પરમ નિર્મળ પ્રેમથી ભરવું છે રે હૈયું તો આજ, કોઈ વિકારના ઉત્પાત નથી ચાહતો
કરતા રહેવા છે જીવનમાં તો સત્કર્મો તો સદાય, કોઈ વાહવાહ એની નથી ચાહતો
મૂંઝવતા રહ્યાં છે મૂંઝારા જીવનમાં તો સદાય, કોઈ ઉમેરા એમાં નથી ચાહતો
મળ્યું છે જીવન, પ્રભુને પામવાને કાજ, કોઈ વિલંબ એમાં નથી ચાહતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)