Hymn No. 4848 | Date: 30-Jul-1993
|
|
Text Size |
 |
 |
વ્હાલા વ્હાલા રે નંદકિશોર, રમવાને રાસ, વહેલાં વહેલાં વ્રજમાં આવોને જાશો ના ભૂલી વ્રજને આજ, જાશો ભૂલી રે તમે, વ્હાલું ગોકુળિયું ગામ કરી ઘેલી ગોપીઓને, કર્યું ઘેલું ગોકુળને, હવે છુપાઈને કાંઈ ચાલશે ના ભૂલી જાજો બીજું કામ, ભૂલજો ના આજ, ભૂલજો ના આજ તમારું ગોકુળિયું ગામ કરે છે યાદ તમને, તમારો યમુનાનો તટ, હવે નટખટ આવો તમે તો ઝટપટ કરે વ્રજ તમારું, તમને આજ તો યાદ, ક્યારે આવી રમશો સંગે તો રાસ જોઈ રહ્યાં છે સહુ, આતુરતાથી તમારી રાહ, ક્યારે આવી રમો તમે રાસ થાક્યા હો તો જો તમે, રમજો જ્યાં તમે રાસ, ઊતરી જાશે તમારો થાક સાથે રાધાજીને પણ લાવોને, એના વિના તો રહેશે અધૂરો તો રાસ થાશે અંતરિક્ષમાં જોવાની ભીડ, રમજો તમે એવો રાસ, રમવા વહેલા આવોને હોય ભલે કોઈ ભી દિન, બની જાશે દિન એ ચિરંજીવ, રમશો તમે જ્યારે રાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|