રહી રહી યાદ, કરી જાય જ્યાં ઉદાસ, ઉદાસીમાં પળ એ તો વીતી જાય
પળ પળ વીતી જાય જ્યાં આવી, પળ આશાની તો નિરાશામાં બદલાઈ જાય
જીવનના જોતરાં જોડાવા છે જ્યાં કાંધે, પળ જીવનમાં આવતીને આવતી જાય
રહેશો જીવનમાં સુખી, જીવનની જો આવી પળ, ઉમંગમાં તો બદલાતી જાય
પળ તો રહે છે જીવનમાં સદા બદલાતી, જો જો વળાંક સાચો એને અપાઈ જાય
પળ તો જીવનમાં આવતી ને આવતી જાય, પળ જીવનને કાંઈ તો દેતી જાય
પળ તો કદી કદી નુકસાન વિનાની નુકસાની, ફાયદા વિનાના ફાયદા દેતી જાય
રાખી શકશે પળને જીવનમાં જે સાથે, પળ બધું એને તો દેતી જાય
પળ વિનાનું જીવન નથી, જીવન તો પળને પળમાં આગળ વધતું જાય
વિતાવજે જીવન એવું તું જગતમાં, પળેપળ તારી આનંદમાં વીતતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)