રંગી રે, રંગી રે, દેજો જીવનમાં મને પ્રભુ, તમારા પ્રેમમાં એવો તો રંગી
રહેવા ના દેજો, બનવા ના દેજો મને રે પ્રભુ, જીવનમાં તો અતરંગી
જોજો તરંગોને તરંગોમાં જાઉં ના હું ડૂબી રે પ્રભુ, બનવા ના દેજો મને તરંગી
રાખવા દેજો ને કરવા દેજો, મારા જીવનને વિશુદ્ધ, બનવા ના દેજો મને કુસંગી
રહેવા દેજો ને મને, બનવા દેજો જીવનમાં મને રે પ્રભુ, સદા સદ્ગુણોનો સંગી
કરજો સહાય સદા મને રે જીવનમાં રે પ્રભુ, કરજો સહાય સદા મને જંગી
ઉમંગને ઉમંગ રહે સદા, ભર્યો મારા હૈયે રે પ્રભુ, જોજે રહું સદા હું તો ઉમંગી
તારા પૂર્ણ વિશ્વાસે રહું જીવનમાં રે પ્રભુ, પડવા ના દેજો વિશ્વાસમાં કદી તંગી
રંગી રંગી ના દેશો મને તારા પ્રેમમાં પ્રભુ, થાશે હાલત મારી કઢંગી
જાશે હૈયાંમાં ભાવ તારા ઊભરાઈ, જાશે ત્યાં પ્રીત તારી તો જાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)