Hymn No. 4867 | Date: 06-Aug-1993
|
|
Text Size |
 |
 |
ના ને ના, ના ને ના, ના ને ના, હવે તમે તો, ના ને ના, ના ને ના, કરશો ના
Na Ne Na, Na Ne Na, Na Ne Na, Have Tame To,Na Ne Na,Na Ne Na,Karaso Na
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
ના ને ના, ના ને ના, ના ને ના, હવે તમે તો, ના ને ના, ના ને ના, કરશો ના કહીએ અમે જ્યારે તમને રે કાંઈ, સાંભળ્યા વિના, તમે ના ને ના, કરશો ના કરવા દેજો તમે વાત મને તો પૂરી, રહેવા ના દેજો એને અધૂરી, તમે ના ને ના, કરશો ના સાંભળશો જ્યાં તમે વાત તો પૂરી, તમે ત્યારે ના ને ના, ના ને ના, કરશો ના બંધાવું હોય તો બંધાજો, ના બંધાવું હોય, ના બંધાજો, જાણ્યા પહેલા ના ને ના, કહશો ના કરી હશે ઘણી ભૂલો રે અમે, કરી શકો તો માફ કરજો અમને, નહીંતર માફ તો કરતા ના સમજ્યાં ના હોય જો તમે વાત મારી, સમજ્યાં વિના તમે, ના ને ના, કરશો ના સાંભળવા વાત મારી, ખોશો ના ધીરજ તમારી, ખોઈ ધીરજ તમે, ના ને ના, કરશો ના દર્દ વિના જાગી જાશે દર્દ તમારા, જાગે તો છે ભરોસો, તમે હા પાડયા વિના રહેશો ના રાખશો ના ભરોસો ખોટો વાતમાં મારી, જાગે જો ભરોસો, તમે હા પાડયા વિના રહેશો ના સત્ય વાતના રણકા, હલાવી જાશે દિલના તાંતણા, સત્ય એને મળ્યા વિના રહેશો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|