સાચું કર્યું કે ખોટું કર્યું, સમજાયું ના એ ત્યારે, પરિણામે એ તો સમજાવી દીધું
વિચાર્યું સારું કે ખોટું રે જીવનમાં, વર્તને જીવનમાં એ તો બનાવી દીધું
મળ્યા સારા કે ખોટા તો જીવનમાં, અનુભવે જીવનમાં એ તો જણાવી દીધું
હૈયાંમાં ઊછળતા ભાવો, ના સચવાયા જ્યાં, નયનોએ અને વાણીએ બનાવી દીધું
હતા આવકાર જીવનમાં મીઠાં કે કેવા, નયનોએ એ તો ત્યાં બતાવી દીધું
હતી એ ખોટી ડંફાસ કે હતી એ હકીકત, એ જોમના પ્રવાહે તો બતાવી દીધું
વધ્યા જીવનમાં આગળ કે પાછળ, જીવનની અશાંતિ કે શાંતિએ દર્શાવી દીધું
જીવ્યો જીવન જગમાં તું જેવી રીતે, જીવનમાં જગે તને એવું તો દીધું
જેવું વાવ્યું એવું તેં લણ્યું, જીવનમાં ફળ તને એણે એવું તો દીધું
પ્રભુએ જીવન તને તો દીધું, જીવનમાં જગતમાં તને એણે ઘણું ઘણું દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)