મારો ને તમારો, મારો ને તમારો, છે સંબંધ યુગોનો પુરાણો
એકવાર તો પ્રભુ (2) નજર તમારી એના ઉપર તો નાંખો
રહ્યાં શાને વેગળાં રે પ્રભુ, પુરાણા સંબંધ પાછા હવે તો સ્થાપો
રાખી ના કોઈ વાત તમે મારી, આ વાત તમે હવે મારી તો રાખો
રહેવા દેતા ના દૂર, રહેશો ના દૂર, બધું અંતર હવે તમે તો કાપો
મળ્યો હોય લાભ જીવનમાં જેટલો, આ લાભ મને હવે તો આપો
રહેશો એક કે જુદા, છૂટશે ના સંબંધ આપણા, વાત દિલમાં આ રાખો
થાશો ના તમે દુઃખી, દુઃખી થાવા ના દેશો, ખ્યાલમાં આટલું રાખો
કરો બધું રે પ્રભુ, કરો આટલું કરો, હૈયેથી વાત મારી કાઢી ના નાંખો
દયાનિધિ છો તમે રે પ્રભુ, હૈયે દયા અમારા ઉપર તમે તો રાખો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)