જીવનનું જૂગટું તું કેમ રમ્યો, જીવનનું જૂગટું તું કેમ રમ્યો
હતી ના ખબર તને, મૂડી હતી પાસે કેટલી, જીવનનું જૂગટું તું શાને રમ્યો
મળશે ના તને આમાં કોઈ ઉધારી, કરી કઈ ગણતરી તું જૂગટું રમ્યો
મેળવી મેળવી, મેળવીશ શું તું એમાં, નજર બહાર તારી ના આ જવા દેતો
ગુમાવીશ તો તું, ગુમાવીશ જીવન તારું, મેળવી મેળવી તો શું તું મેળવીશ
દાવ રમતના નાખીને ખોટા, મૂડી જીવનની, ઓછીને ઓછી કરતો તું ગયો
રમ્યા વિના ભી થાશે મૂડી ઓછી, શાને દાવ તું ખોટાને ખોટા નાંખતો ગયો
પડી ખબર જ્યાં પડયા છે પાસા ખોટા, કેમ તરત એમાં ના તું અટક્યો
ખેલવું પડશે જૂગટું જીવનનું, મેળવવા અનોખું, કેમ જીવનમાં ના એવું ખેલ્યો
ખેલ હવે તું જૂગટું તો એવું, જાય મટી તો તારા ભવોભવનો તો ફેરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)